Chapter : નમાઝ
(Page : 307-308)
સવાલ :– (૯) જો કોઈ મઅઝૂર માણસ કુરસી અથવા જમીન પર બેસીને કોઈ વસ્તુ ઉપર પેશાની – નાક મૂકીને સજદહ કરવા શકિતમાન ન હોય અને તે માણસ ઝૂકીને ઈશારાથી સજદહ કરતો હોય તો શું સજદહના ઈશારા વખતે ઘૂંટણ ઉપરથી હાથ ઉઠાવીને આગળ તરફ ફેલાવવા દુરૂસ્ત છે કે નહિ?
જવાબ :– (૯) ઝૂકીને ઈશારાથી સજદહ કરતી વખતે હકીકી સજદહની જેમ ઘૂંટણ પરથી હાથ ઉઠાવીને આગળ તરફ ફેલાવવા દુરૂસ્ત નથી, મઅઝૂર માણસે રુકૂઅના ઈશારાની જેમ ઘૂંટણ ઉપર હાથ રાખીને જ સજદહનો ઈશારો કરવો જોઈએ. અલબત્ત, સજદહના ઈશારા માટે રુકૂઅના ઈશારાથી વધુ ઝૂકવું ઝરૂરી છે. (શામી – ૧/પ૦૯)
Log in or Register to save this content for later.