Chapter : નમાઝ
(Page : 306)
સવાલ :– (૭) બેસીને ફર્ઝ અથવા નફલ નમાઝ પઢનારે રુકૂઅ માટે ઘૂંટણ તરફ કેટલું નમવું જોઈએ ?
જવાબ :– (૭) બેસીને નમાઝ પઢનાર માણસ રુકૂઅ માટે પીઠ અને માથું થોડા પ્રમાણમાં આગળ (ઘૂંટણ) તરફ નમાવે તો તેનો રુકૂઅ અદા થઈ જશે, પરંતુ કામિલ રીત રુકૂઅ અદા કરવા માટે માથું આગળ તરફ એટલું નમાવવું કે પેશાની ઘૂંટણ બરાબર થઈ જાય અથવા પેશાની ઘૂંટણની સીધમાં આવી જાય, એ બેહતર છે.
(શામી – ૧/૩૦૦, તહતાવી દુર્રે મુખ્તાર–૧/ર૦૩)
Log in or Register to save this content for later.