[ર૩૬] કુરસી પર બેસી ઈશારાથી સજદહ કરવો

Chapter : નમાઝ

(Page : 305-306)

સવાલ :–(પ) ઉઝરના કારણે કુરસી પર બેસીને નમાઝ પઢનાર માથાના ઈશારાથી સજદહ કરી શકે કે નહિ?

જવાબ :– (પ)  જે નમાઝી ઉભા રહી નમાઝ ન પઢી શકવાના કારણે અને જમીન પર બેસીને નમાઝ ન પઢી શકવાના કારણે કુરસી પર બેસીને નમાઝ પઢે,  જો તે નમાઝી પોતાની આગળ સજદહની જગ્યાએ કોઈ ટેબલ વગેરે મૂકી તેના ઉપર પેશાની મૂકી સજદહ કરી શકતો હોય અને તે ટેબલ ઉંચાઈમાં કુરસીના બરાબર અથવા નવ ઈંચ ઉંચું હોય, એથી વધુ ઉંચુ ન હોય તો તેણે સામે આવું ટેબલ વગેરે મૂકીને તેના ઉપર સજદહ કરવો ફર્ઝ છે. કુરસી પર બેસીને આ રીતે સજદહ કરી શકવાની આ સૂરતમાં માત્ર માથાના ઈશારાથી અથવા થોડું ઝૂકીને સજદહ કરવો જાઈઝ નથી અને આ સૂરતમાં માત્ર માથાના ઈશારાથી અથવા થોડું ઝૂકીને માથાના ઈશારાથી સજદહ કરવાથી નમાઝ સહીહ નહિં થાય.                              (શામી – ૧/પ૧૦)

               અલબત્ત, જે નમાઝી ઉઝરના કારણે કુરસી પર બેસી નમાઝ પઢે અને ઉપર મુજબ ટેબલ વગેરે કોઈ વસ્તુ સામે મૂકીને તેના ઉપર સજદહ ન કરી શકતો હોય અને આ પ્રમાણે સજદહ કરવામાં અસહય તકલીફ થતી હોય તો આવો નમાઝી ઈશારાથી સજદહ કરી શકે છે, પરંતુ તેણે રૂકૂઅ કરતાં સજદહમાં વધારે ઝુકવું જરૂરી છે.

(તહતાવી કમ દુર્રે મુખ્તાર – ૧/૩૧૮, ખાનિય્યહ કમ હિંદિય્યહ–૧/૧૭૧)

Log in or Register to save this content for later.