[ર૩૦ ] ટ્રેનમાં બેસીને નમાઝ

Chapter : નમાઝ

(Page : 300)

સવાલ :–  ટ્રેનના સફર દરમિયાન નમાઝનો વખત થઈ જાય છે તો ટ્રેનમાં આસાનીથી વુઝૂ કરી શકાય છે, પરંતુ એ.સી. કોચ હોવાથી ઉભા રહી નમાઝ પઢવું મુશ્કેલ હોય છે, માટે બેસીને નમાઝ પઢી લઉં છું, તો શું નમાઝ થઈ જાય કે દોહરાવવી પડશે ?

જવાબ :– ટ્રેનમાં ઉભા રહી નમાઝ પઢવી શકય છે, લગભગ નમાઝ પઢવા ઈચ્છતા મુસ્લિમ નમાઝીઓ ટ્રેનમાં ફર્ઝ અને વાજિબ નમાઝ ઉભા રહીને જ પઢે છે, જો એ.સી. ડબ્બામાં ઉભા રહીને ફર્ઝ નમાઝ પઢવાની ગુંજાઈશ ન હોય તો બીજા કોઈ ડબ્બામાં જઈને અથવા દરવાજા પાસે કે નીચે ઉતરીને પઢવાનો સમય હોય તો નીચે ઉતરીને પઢવી જોઈએ, જો ઉભા રહીને ફર્ઝ નમાઝ પઢવાની કોઈ શકલ ન બને તો વખત ઉપર બેસીને પઢી લે, નમાઝ કઝા ન થવા દે અને બેસીને પઢેલી ફર્ઝ નમાઝ પાછળથી દોહરાવી લે અને આ દોહરાવવું વાજિબ છે.               (ઈમ. ફતાવા – ૧/ પ૮૬, અહ.ફતાવા – ૪)

Log in or Register to save this content for later.