[ર૩પ] કુરસી પર બેસી નમાઝ પઢવી

Chapter : નમાઝ

(Page : 304-305)

સવાલ :–(૪) જે નમાઝી તકલીફના કારણે ઉભો રહીને નમાઝ ન પઢી શકતો હોય તેવા નમાઝીએ જમીન પર બેસવાના બદલે કુરસી પર બેસી નમાઝ પઢવી જાઈઝ છે કે નહિ? અથવા તેણે જમીન પર બેસી નમાઝ પઢવી ઝરૂરી છે?

જવાબ :–(૪) જે નમાઝી જમીન ઉપર બેસીને નમાઝ પઢી શકતો હોય તેવા નમાઝીએ કુરસી પર બેસીને પગ લટકાવીને અથવા પગ જમીન ઉપર મૂકીને નમાઝ પઢવી જાઈઝ નથી. તેણે જમીન પર બેસીને નમાઝ પઢવી ઝરૂરી છે.

               જો જમીન પર બેસી નમાઝ પઢી શકનાર નમાઝી કૂરસી ઉપર એ પ્રમાણે બેસે કે પગ લટકેલા ન રાખે, બલકે કુરસી પર કઅ્‌દહની સૂરતમાં કે પલાંઠીવાળીને પગ કુરસી પર ઉઠાવીને બેસે અને રૂકૂઅ સજદહ કરે તો નમાઝ જાઈઝ થઈ જશે, પરંતુ આ સૂરતમાં આ પ્રમાણે કુરસી પર બેસીને નમાઝ પઢવી ગુનાહથી ખાલી નથી, માટે આવા નમાઝીએ જમીન પર બેસીને નમાઝ પઢવી જોઈએ.

               જે નમાઝી ઘૂંટણ અથવા કમરની તકલીફના કારણે કે અન્ય કોઈ તકલીફના કારણે નમાઝ માટે જમીન પર ન બેસી શકતો હોય તો તેણે કુરસી પર બેસી નમાઝ પઢવી જાઈઝ છે, પરંતુ તેણે કુરસી પર બેસી પગ લટકેલા ન રાખવા જોઈએ, બલકે કઅ્‌દહની સૂરતથી અથવા પલાંઠીવાળીને કુરસી પર બેસવું જોઈએ. અલબત્ત, જો તે પગ ઉઠાવીને કઅદહની સૂરતમાં કે પલાંઠીવાળીને કુરસી પર ન બેસી શકતો હોય તો આવી મજબૂરીમાં પગ લટકાવીને કુરસી પર બેસી નમાઝ પઢી શકે છે. (કિ.મુફતી–૩/૩૭૬, અહ.ફતાવા–૪/પ૧)

Log in or Register to save this content for later.