[રપ૭] મસબૂક ઈમામ સાથે સલામે સહ્‌વ નહિ કહે

Chapter : નમાઝ

(Page : 321)

સવાલઃ– સજદએ સહ્‌વ  માટે અખીરી કઅ્‌દહમાં અત્તહિય્યાત પઢીને  પ્રથમ જમણી તરફ મોઢું ફેરવીને એક સલામ કહેવાની હોય છે, તો શું મસબૂક નમાઝીએ પણ મોઢું ફેરવીને સજદએ સહવની સલામ ઈમામની સાથે કહેવી પડશે કે નહિ?

જવાબ :– મસબૂક નમાઝીએ ઈમામની સાથે સજદએ સહ્‌વ તો કરવો પડશે, પરંતુ મસબૂકે સજદએ સહ્‌વથી પહેલાં ઈમામ સાથે જમણી તરફ મોઢું ફેરવવાનું અને સલામ કહેવાનું નથી. જો મસબૂક ભૂલથી  આ સલામ કહેશે તો પોતાની છુટેલી રકઅતો પૂરી કરીને અખીરી કઅ્‌દહમાં આ ભૂલના કારણે જમણી તરફ મોઢું ફેરવી એક સલામ કહી ફરીવાર સજદએ સહ્‌વ કરવો પડશે અને જો એમ સમજીને ઈમામ સાથે સલામ કહેશે કે સજદએ સહ્‌વની જેમ મારે જમણી તરફ મોઢુ ફેરવી સલામ કહેવી પણ ઝરૂરી છે તો તેની નમાઝ ફાસિદ થઈ જશે અને નમાઝ શરૂથી ફરીવાર પઢવી પડશે.

(શામી ભા.૧ /૪૦ર,૪૯૯)

Log in or Register to save this content for later.