[રપ૩] ફાસિદ થયેલી ફર્ઝ નમાઝની બીજી જમાઅતમાં નવા નમાઝીનું શામેલ થવું

Chapter : નમાઝ

(Page : 317-318)

સવાલઃ– જે ફર્ઝ નમાઝ કોઈ કારણસર ફાસિદ થઈ જવાથી તેને ફરી પઢવી અને લોટાવવી ફર્ઝ હોય તો તેની બીજી જમાઅતમાં કોઈ એવો નવો નમાઝી શામેલ થઈ શકે જે ફાસિદ થયેલી પહેલી જમાઅતમાં શામેલ ન હોય?

જવાબઃ– ફાસિદ થયેલી ફર્ઝ નમાઝની બીજી જમાઅતમાં તે જ ફર્ઝ નમાઝ પઢવાની નિય્યતથી નવો નમાઝી શામેલ થઈ શકે છે, કારણકે પહેલી નમાઝ ફાસિદ થવાથી તેનાથી ફર્ઝ નમાઝ અદા નથી થઈ, બીજી વાર પઢાતી નમાઝથી  જ ફર્ઝ અદા થશે, માટે નવા નમાઝીની ફર્ઝ  નમાઝ પણ અદા થઈ જશે.

Log in or Register to save this content for later.