[પર] અનેકવાર સંભોગ પછી એક ગુસલ

Chapter : તહારત

(Page : 94)

સવાલ :– નિકાહવાળી ઓરત સાથે હમબિસ્તરી કરી અને ગુસલ કર્યા વગર તરત બીજી વાર હમબિસ્તરી કરી અને તેનાથી હમલ રહી ગયું અને બચ્ચું પેદા થયું તો એ હલાલનું કે હરામનું ? શું એક વાર હમબિસ્તરી કરીને તરત ગુસલ કરવું જરૂરી છે ?

જવાબ :– પહેલી હમબિસ્તરી પછી ગુસલ કર્યા વગર બીજી વાર હમબિસ્તર થવું જાઈઝ છે. અલબત્ત, બીજીવાર હમબિસ્તર થતાં પહેલાં વુઝૂ અથવા ગુસલ કરી લેવું મુસ્તહબ છે અને મજકૂર સૂરતમાં પેદા થયેલું બચ્ચુ વિના કોઈ શંકાએ હલાલ ગણાશે, દરેક વારની હમબિસ્તરી માટે અલગ ગુસલ કરવું જરૂરી નથી અનેક વાર હમબિસ્તરી પછી એકવાર ગુસલ કરી લેવું પણ પૂરતું છે.        (શામી ભા–૧/૬૧,૧૧૮)

Log in or Register to save this content for later.