[૩૧] બેસીને સુવાથી વુઝૂ કયારે તૂટે ?

Chapter : તહારત

(Page : 67)

સવાલ :– એક માણસ સતત અડધો કલાક બેસવાની હાલતમાં ઉંઘી જાય છે, ઝોકા ખાય છે, પણ પડી જતો નથી, બીજો માણસ હાથથી ઈશારો કરે ત્યારે બેદાર થાય છે તો તેનું વુઝૂ તૂટશે કે નહિં ?

જવાબ :– જો તેના બન્નેવ કૂલાં જમીન સાથે લાગેલા રહે તેવી હાલતમાં બેસીને સુવે તો વુઝૂ નહિં તૂટે અને જો સુવાની હાલતમાં બન્નેવ કૂલાં જમીન સાથે લાગેલા ન રહે તો વુઝૂ તૂટી જશે.                (શામી ભાગ–૧/૯પ)

Log in or Register to save this content for later.