Chapter : નમાઝ
(Page : 254-255)
સવાલ :– અમે એક ફેક્ટરીમાં કામ કરીએ છીએ, તેમાં પાંચ વખતની બા–જમાઅત નમાઝનો એહતિમામ કરવામાં આવે છે. નમાઝ પઢાવવા માટે એક મવલાના પણ આવે છે, ફેક્ટરી ર૪ કલાક ચાલે છે, તેમાં આઠ કલાકની શિફ્ટ હોય છે, દરેકને અલગ અલગ શિફ્ટમાં આવવાનું હોય છે, મુસ્લિમ કારીગરો રપ જેટલા છે. હમે બધી નમાઝો ફેક્ટરીમાં જમાઅત સાથે પઢીએ છીએ, પરંતુ જુમ્અહ માટે શહેરમાં જવું પડે છે. એમાં આશરે એક કલાક નીકળી જાય છે. હમારે જ્યારે જુમ્અહ માટે જવું હોય તો બીજા કારીગરને મશીનની જવાબદારી સોંપવી પડે છે. જ્યારે બીજો કારીગર ન મળે તો જુમ્અહ જાય છે, તો સવાલ આ છે કે હમારી આ ફેક્ટરીમાં શરઈ દષ્ટિએ જુમ્અહની નમાઝ પઢી શકાય ?
જવાબ :– જો મજકૂર ફેક્ટરી શહેરના એરિયામાં છે અથવા શહેરના વિકસીત વિસ્તારમાં આવેલી છે, જે શહેરની લગોલગ છે તો ત્યાં જુમ્અહની જમાઅત કરી જુમ્અહની નમાઝ પઢવી જાઈઝ છે, પરંતુ બને ત્યાં સુધી આજુ બાજુના વિસ્તારમાંથી જુમ્અહ પઢવા ચાહતા લોકોને પણ ત્યાં જુમ્અહ પઢવાની છૂટ આપવામાં આવે. કોઈ રોકટોક જુમ્અહ પઢવા બાબત ન કરવામાં આવે. (ઈ. ફતાવા, ભાગ–૧/૬૧૧, ફતાવા દા. ઉ. જદીદ, ભાગ–પ/૧૦૪)
Log in or Register to save this content for later.