Chapter : નમાઝ
(Page : 228)
સવાલ :– અમારી મસ્જિદમાં શહેરના હિસાબે જુમ્અહ અદા થાય છે અને જુમ્અહની નમાઝમાં દરેક તબકાના લોકો જુમ્અહ અદા કરવા આવે છે, જેમાં અમુક લોકો બિલકુલ જાહિલ પ્રકારના પણ આવે છે, તો અમારા ઈમામ સાહેબ જુમ્અહની નમાઝ પછી અરબીમાં થોડી દુઆ કર્યા પછી ઉર્દૂમાં દુઆ કરાવે છે, જેથી નમાઝીઓ ઉપર દુઆનો અસર સારો પડે છે, કારણ કે ઉર્દૂ દુઆમાં લોકોને સમજ પડે છે, પરંતુ અમારે ત્યાં બીજા એક આલિમ જુમ્અહ પઢાવવા આવ્યા તો તેમણે એમ કહ્યું કે, જુમ્અહ પછી ઉર્દૂમાં દુઆ કરવી એ બિદઅત છે, તો શું નમાઝ પછી ઉર્દૂમાં દુઆ કરવી એ બિદઅત છે ?
જવાબ :– નમાઝ પછી અરબી અથવા ઉર્દૂમાં દુઆ કરવી જાઈઝ છે, બિદઅત નથી. અલબત્ત, નમાઝથી બહાર પણ અરબી સિવાય ઉર્દૂ કે બીજી ભાષામાં દુઆ કરવી અફઝલ વિરુદ્ધ છે, બલકે એક મંતવ્ય મુજબ મકરૂહે તનઝીહી છે, માટે અફઝલ અને બહેતર આ છે કે જુમ્અહની નમાઝ પછી કુર્આન–હદીસથી સાબિત હોય એવી અમુક દુઆઓ અરબી ભાષામાં કરવી જોઈએ અને ઈમામ તથા મુકતદી દરેકે આહિસ્તા દુઆ કરવી જોઈએ, જે જાહિલ લોકો કોઈ અરબી મસ્નૂન દુઆ નથી જાણતા તેઓ પોતે ઉર્દૂમાં કે ગુજરાતીમાં દુઆ કરે તો વાંધો નથી અને તે તદ્દન જાહિલ લોકોને દુઆ શિખવાડવા માટે કોઈક વાર અમુક ટૂંકી દુઆ ઉર્દૂ ભાષામાં કરવામાં આવે તો વાંધો નથી, પરંતુ નમાઝ પછી ગેર અરબી દુઆની આદત ન બનાવવી જોઈએ. (‘શામી ર/ર૩૪, ‘રહીમિય્યહ ૬)
Log in or Register to save this content for later.