[૧૬પ] જુમ્અહનો ખુત્બહ મોઢે પઢવો

Chapter : નમાઝ

(Page : 229)

સવાલ :– જુમ્અહના દિવસે જુમ્અહનો ખુત્બહ પઢતી વખતે ઈમામ સાહેબ મિમ્બર ઉપર ઊભા રહી પોતાના હાથમાં ખુત્બહની કિતાબ લીધા વગર ખુત્બહ પઢે છે, શું આ રીત ઈસ્લામી તરીકા પ્રમાણે યોગ્ય છે ? હાથમાં ખુત્બહની કિતાબ હોવી જોઈએ કે નહિ ?

જવાબ :– ખુત્બહની કિતાબ હાથમાં પકડયા વિના જુમ્અહનો ખુત્બહ મોઢે પઢવો વિના કરાહતે જાઈઝ છે, બલકે મસ્નૂન છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને હઝરાત ખુલફાએ રાશિદીન (રદિ.) મોઢે જ ખુત્બહ પઢતા હતા, જો કે મોઢે યાદ ન હોય તો કિતાબમાં જોઈને પઢવો પણ જાઈઝ છે.

Log in or Register to save this content for later.