Chapter : નમાઝ
(Page : 193-194)
સવાલ :– બાપની પેદાઈશ એક વતનમાં થઈ અને છોકરાની પેદાઈશ પણ એ જ વતનમાં થઈ, જ્યારે તે વતન બાપે છોડયું અને એક ગામમાં નોકરી માટે ગયા અને મુદ્દતથી નોકરી કરે છે અને ત્યાં ઘર પણ પોતાનું છે, તો છોકરા માટે એ વતને અસલી રહેશે યા પછી છોકરા માટે કોઈ અલગ મસ્અલો થશે ? શું છોકરો બાપના તાબે નહિં રહે. અમે એવું સાંભળ્યું છે કે શરઈ મસાઈલમાં વિરાસત ચાલતી નથી.
જવાબ :– જો છોકરો બાલિગ હોય તો બાપની નોકરીનું સ્થળ છોકરા માટે વતને અસલી નહિ ગણાય, ચાહે બાપે તેને પોતાનું વતને અસલી બનાવી લીધું હોય. હા, જો બાલિગ છોકરો પણ હંમેશા ત્યાં રહેવાનો અને તેને પોતાનું વતન બનાવવાનો પાકો નિશ્ચય કરી લેશે તો છોકરાનું પણ તે વતને અસલી બની જશે. બાકી માત્ર બાપના નિર્ણય અને નિય્યત કરવાથી બાલિગ છોકરાનું વતન નહિં બને. (શામી–પ૩ર, ભાગ–૧)
Log in or Register to save this content for later.