Chapter : તહારત
(Page : 54)
સવાલ :– હું વુઝૂ કરતી વખતે હાથ ધોવું છું ત્યારે મોઢામાં ડાબા હાથના ખોબામાં પાણી ભરી નાંખું છું અને ડાબા હાથની આંગળીથી દાંત ધોવું છું, શું આ જાઈઝ છે ?
જવાબ :– ડાબા હાથના ખોબાથી પાણી લઈ કોગળા કરવા જાઈઝ તો છે, પરંતુ બેહતર તરીકો એ છે કે જમણા હાથના ખોબાથી પાણી લઈ કોગળા કરવા જોઈએ અને ડાબા હાથની કલિમાની આંગળીથી પ્રથમ જમણી બાજુના દાંતોની સફાઈ અને જમણા હાથની આંગળીથી ડાબી બાજુના દાંતોની સફાઈ કરવી જોઈએ અથવા જમણા અંગૂઠાથી જમણી બાજુના દાંતોની સફાઈ અને જમણી આંગળીથી ડાબી બાજુના દાંતોની સફાઈ કરવામાં આવે તો પણ જાઈઝ છે અને આ તરીકો બેહતર છે. બાકી બીજી ગમે તે આંગળીથી દાંત સાફ કરવા જાઈઝ છે. (શામી ભા–૧/૭૮)
Log in or Register to save this content for later.