Chapter : નમાઝ
(Page : 158-159)
સવાલઃ– (૧) કોઈ મુકીમ નમાઝી મુસાફિર ઈમામ પાછળ ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝ પઢે તો ઈમામની સલામ પછી મુકીમ નમાઝી બાકીની બે રકઅતમાં કિરાઅત પઢે કે ન પઢે?
જવાબઃ–(૧) આ સૂરતમાં મુકીમ નમાઝી ઈમામની સલામ પછી બાકીની બે રકઆતમાં કિરાઅત ન પઢે, બલકે સૂરએ ફાતિહા પઢવાના પ્રમાણમાં ચૂપચાપ ઉભો રહે.
(શામી ભાગ ૧ /પ૩૦–આલમગીરી ભાગ૧/૯ર)
Log in or Register to save this content for later.