Chapter : નમાઝ
(Page : 160-161)
સવાલ :–(પ) મુકીમ મુકતદી મુસાફિર ઈમામ પાછળ નમાઝમાં શામેલ થાય અને મજકૂર મુકતદીની અમુક રકઅતો છૂટી જવાથી તે મસબૂક હોય તો મુસાફિર ઈમામની સલામ પછી તે પોતાની નમાઝ કેવી રીતે પઢશે ? શું બાકીની બે રકઆતની જેમ છૂટી ગયેલ રકઅતોમાં પણ તેણે કિરાઅત નહિ પઢવી પડે? અને મઝકૂર મસબૂક મુકતદી પ્રથમ બાકીની બે રકઅતો પઢશે અને પછી મસબૂક તરીકે છૂટેલી રકઅતો પઢશે અથવા પ્રથમ છૂટેલી રકઅતો પઢશે અને પછી બાકીની બે રકઅતો પઢશે?
જવાબઃ–(પ) મુસાફિર ઈમામ પાછળ નમાઝ પઢનાર મુકીમ અને મસબૂક (જેની અમુક રકઅતો છૂટી ગઈ હોય, એવો) મુકતદી બાકીની બે રકઅતોની નિસબતથી લાહિક ગણાશે અને મુસાફિર ઈમામ સાથે છૂટેલી રકઅતોની નિસબતથી મસબૂક પણ ગણાશે.
મઝકૂર મુકીમ મુકતદી લાહિક તરીકે પ્રથમ બાકીની બે રકઅતો કિરાઅત વગર પઢશે અને પછી મુસાફિર ઈમામ સાથે છૂટી ગયેલી રકઅતો કિરાઅત સાથે પઢશે.
દા.ત. જો મઝકૂર મુકીમની મુસાફિર ઈમામ સાથે એક રકઅત છૂટી ગઈ હોય તો ઈમામની સલામ પછી પ્રથમ એક રકઅત કિરાઅત વગર પઢી કઅ્દહમાં બેસી જશે અને કઅ્દહથી ઉભા થઈને બીજી રકઅત પણ કિરાઅત વગર પઢશે અને તે પછી છૂટી ગયેલી ત્રીજી રકઅત કિરાઅત સાથે પઢશે.
અને મુસાફિર ઈમામ સાથે બન્ને રકઅતો છૂટી ગઈ હોય અને ઈમામ સાથે માત્ર કઅ્દહમાં કે છેલ્લી રકઅતના સજદહમાં શામેલ થયો હોય તો ઈમામની સલામ પછી લાહિક તરીકે પ્રથમ બાકીની બે રકઆત કિરાઅત વગર ચૂપચાપ ઉભા રહી પઢશે અને બે રકઆત પછી કઅ્દહ કરીને ઉભો થઈ છૂટેલી બે રકઅતો કિરાઅત સાથે પઢશે.
(શામી ૧/૩૯૯,ફ.મહમુદિય્યહઃ૭/પર૬,પર૭ જદીદ)
Log in or Register to save this content for later.