Chapter : નમાઝ
(Page : 166)
સવાલ :– રેલગાડીમાં ભીડ વધુ હોવાના કારણે બારણા પાસે પણ ઊભા રહી નમાઝ પઢવાની જગ્યા ન હોય અને ડબ્બાથી બહાર નીકળીને નમાઝ પઢવા જાય તો ગાડી ઉપડી જવાનો ભય હોય તો ગાડીમાં જ બેઠકના પાટિયા ઉપર બેસીને નમાઝ પઢી શકાય કે નહિ ?
જવાબ :– જો પ્રયાસ કરવા છતાં ગાડીમાં ઊભા રહી ફર્ઝ નમાઝ પઢી શકાય એમ ન હોય અને નમાઝના પૂરા વખત દરમિયાન કોઈ એવું સ્ટેશન પણ ન આવતું હોય કે જયાં ઉતરીને ફકત ફર્ઝ નમાઝ ઊભા રહીને પઢી શકાય તો આવી હાલતમાં ફર્ઝ નમાઝ પણ ગાડીમાં બેસીને પઢી શકાય છે અને સુન્નત તથા નફલ નમાઝ તો ઊભા રહી પઢવાની શકયતા અને સરળતા હોવા છતાં બેસીને પઢવી જાઈઝ છે. પરંતુ આવી હાલતમાં ગાડીમાં બેસીને પઢેલી ફર્ઝ નમાઝ ગાડીમાંથી ઉતર્યા પછી ફરીવાર ઊભા રહીને લોટાવી લેવી ઝરૂરી છે. (‘ઈમ્દાદુલ ફતાવા ૧/પ૬પ,પ૮૬)
Log in or Register to save this content for later.