[૯૩] છેલ્લા કઅ્‌દહ વિના ઉભા થઈ જવું

Chapter : નમાઝ

(Page : 137-138)

સવાલ :– ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝમાં છેલ્લો કાયદો અદા કર્યા વિના ભૂલથી પાંચમી રકઅતમાં ઊભું થઈ જવાયું તો શું છ રકઅત પૂરી કરવાથી બે રકઅત બાદ કરતાં ચાર રકઅત ફર્ઝ ગણાશે કે નફલ ? શું ફર્ઝ નમાઝને ફરીવાર લોટાવવી ઝરૂરી છે ?

જવાબ :– જો પાંચમી રકઅતનો એક સજદહ પણ કરી લીધો તો હવે ફર્ઝ નમાઝ બાતિલ થઈ ગઈ. પઢેલી નમાઝ પૂરી નફલ ગણાશે અને પાંચમી રકઅત સાથે છઠ્ઠી રકઅત પણ પઢવામાં આવે, જેથી એકી સંખ્યામાં નફલ નમાઝ ન રહે અને જો પાંચમી રકઅતનો એક સજદહ પૂરો કરતાં પહેલાં યાદ આવ્યું કે હું છેલ્લો કઅ્‌દહ છોડીને પાંચમી રકઅત માટે ઉભો થઈ ગયો છું તો હવે તરત કઅ્‌દહમાં બેસી જાય અને કઅ્‌દહ કરી સજ્‌દએ સહ્‌વ કરી પોતાની ફર્ઝ નમાઝ પૂરી કરી લે અને શરૂ કરેલી પાંચમી અધૂરી રકઅતને જતી કરે.

(દુ. મુખ્તાર, શામી : ૧/પ૦૧)

Log in or Register to save this content for later.