Chapter : તહારત
(Page : 48-49)
સવાલ :– વુઝૂ કર્યા પછી આસમાન તરફ નિગાહ ઉઠાવીને અને શહાદતની આંગળી પણ આસમાન તરફ ઉઠાવીને કલિમએ શહાદત પઢી શકાય ? શું આ તરીકો જાઈઝ છે; જો જાઈઝ હોય તો એ પ્રમાણે પઢવાની શું ફઝીલત છે ?
જવાબ :– વુઝૂથી ફારિગ થઈને આસમાન તરફ નઝર ઉઠાવીને કલિમએ શહાદત અને બીજી દુઆ પઢવી હદીસ શરીફથી સાબિત છે.
હઝરત ઉક્બહ બિન આમિર (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે
જે માણસે વુઝૂ કર્યું અને (સુન્નતો અને આદાબ સાથે) કામિલ વુઝૂ કર્યું, પછી પોતાનું માથું આસમાન તરફ ઉઠાવીને આ દુઆ પઢી :
‘અશ્હદુ અલ્લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહ્દહૂ લા શરીક લહૂ વ અન્ન મુહમ્મદન્ અબ્દુહૂ વ રસૂલુહુ.
તો તેના માટે જન્નતના આઠ દરવાજાઓ ખોલવામાં આવશે અને તે જે દરવાજેથી ચાહશે દાખલ થઈ શકશે.
આ હદીસ ‘મુસન્નફ ઈબ્ને અબી શય્બહ (રહ.) અને ‘મુસનદે અહમદ (રહ.)માં છે. ‘કશ્ફુન્નિકાબ ર/૧૧, ‘અબૂ દાવુદ શરીફ પેજ ર૩ જિ. ૧ માં પણ છે.
‘તહતાવી અલલ મરાકી પેજ ૪ર–૪૩ ઉપર વુઝૂ પછી કિબ્લા તરફ મોઢું કરીને ઊભા રહીને મજકૂર દુઆ પઢવાને વુઝૂના આદાબ (મુસ્તહબ્બાત) માંથી બતાવ્યું છે.
‘શર્હે મુન્યહમાં વુઝૂ પછી આ દુઆ પઢવાને મુસ્તહબ લખ્યું છે :
સુબ્હાનકલ્લાહુમ્મ વ બિહમ્દિક અશ્હદુ અલ્લા ઈલાહ ઈલ્લા અન્ત, વહ્દક, લા શરીક લક, અસ્તગ્ફિરુક વ અતૂબુ ઈલય્ક વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુક વ રસૂલુક
અને દુઆના આ શબ્દોને હદીસથી સાબિત બતાવ્યા છે. અમુક હદીસોમાં વુઝૂ પછી પઢવાની આ દુઆ પણ નકલ કરવામાં આવી છે.
‘અલ્લાહુમ્મજ્અલ્ની મિનત્તવ્વાબીન વજ્અલ્ની મિનલ્ મુતતહ્હિરીન (‘કબીરી ૩પ, ‘શામી ૧/રપ૩)
વુઝૂ પછી કલિમએ શહાદત પઢતી વખતે શહાદતની આંગળી ઉઠાવવાનું વર્ણન કોઈ હદીસમાં જોવા મળ્યું નથી. ‘કશ્ફુન્નિકાબ ભાગ બીજામાં વુઝૂ પછી પઢવાની દુઆઓ વિશે ૩૦ હદીસો નકલ કરવામાં આવી છે, પરંતુ તેમાંથી કોઈ હદીસમાં આંગળી ઉઠાવવાનું વર્ણન નથી.
અલબત્ત ‘તહતાવી અલલ મરાકીમાં શૈખ ગઝનવી (રહ.)થી કલિમએ શહાદત પઢતી વખતે શહાદતની આંગળી ઉઠાવવાની વાત નકલ છે. માટે કલિમએ શહાદત વખતે આસમાન તરફ આંગળી ઉઠાવવી પણ જાઈઝ તો ગણાશે, પરંતુ તેને સુન્નત ન સમજવામાં આવે. (‘તહતાવી ૪૩)
Log in or Register to save this content for later.