[૭] વાળ ઉપર ખિઝાબ અને પાકી

Chapter : તહારત

(Page : 47)

સવાલ :– સામાન્ય રીતે બજારમાં સફેદ વાળ ઉપર લગાડવાનો જે ખિઝાબ મળે છે તેના વિશે સાંભળ્યું છે કે રંગમાં તેજાબ અને કેમિકલ ભેળવીને મજકૂર ખિઝાબ બનાવવામાં આવે છે. જેવી રીતે કાપડ રંગવાના રંગમાં તેજાબ અને કેમિકલની મિલાવટ કરવામાં આવે છે, તે પ્રમાણે આ ખિઝાબ પણ તૈયાર કરવામાં આવે છે અને આવો તૈયાર ખિઝાબ વાળ પર લગાડવાથી વાળો પર એક પાતળું પડ જામી જાય છે, તો આવી હાલતમાં વુઝૂ અને ગુસલ થશે કે નહિ?

જવાબ :– સવાલમાં લખેલી વિગત મુજબ એવો ખિઝાબ જેનાથી વાળ ઉપર પાતળું પડ જામી જતું હોય અને મજકૂર પડના કારણે વુઝૂ અને ગુસલમાં વાળ સુધી પાણી ન પહોંચતું હોય, એવા ખિઝાબનો ઉપયોગ ન કરવો જોઈએ.

                જો મજકૂર પ્રકારનો ખિઝાબ વાળ ઉપર લગાડવામાં આવશે તો વાળ મૂંડાવ્યા વગર અથવા સાબુ વગેરે કોઈ વસ્તુથી ખિઝાબનું પડ દૂર કર્યા વગર વુઝૂ અને ગુસલ જાઈઝ અને પૂરું થયેલું નહિ ગણાય.

(‘આલમગીરી ૧/૪, ‘શામી ૧/૧૦૪)

Log in or Register to save this content for later.