[૪] હોઠ ઉપર લાલી લગાવી વુઝૂ–ગુસલ કરવું

Chapter : તહારત

(Page : 45)

સવાલ :– અમુક ઓરતો શણગારની શોખીન હોય છે, પોતાની સુંદરતાને સમાજ સમક્ષ વધુ બતાવવા માટે પોતાના હોઠ ઉપર લાલી લગાડે છે. આ અંગે મેં મારી સંબંધી એક ઓરતને સમજુતી આપી કે મારી જાણ મુજબ હોઠ ઉપર લાલી લગાડવાથી નમાઝમાં કઈંક ખરાબી આવે છે. તો લાલી તેમજ અન્ય સુંદરતાની વસ્તુઓ જેમ કે ચહેરા પર ઝરી લગાડવી જાઈઝ છે કે નહિ ?

જવાબ :– ઓરત માટે શણગારની વસ્તુઓનો ઉપયોગ કરી ઝીનત અને શણગાર પ્રાપ્ત કરવો જાઈઝ છે, પરંતુ તે શણગારને ગેર મહરમ અને પરાયા પુરુષો સામે જાહેર કરવાની કુર્આન મજીદ અને હદીસ શરીફમાં મનાઈ ફરમાવવામાં આવી છે.  (‘ખુલાસતુલ ફતાવા ૪/૩૭૩)

                શણગારની એવી વસ્તુઓનો ઉપયોગ કરવો કે જેનાથી તહારત નમાઝ જેવા ફર્ઝોની અદાયગીમાં ખલલ પડતો હોય એ નાજાઈઝ છે. માટે જો લાલી લગાડવાથી તેના ચીકાશના કારણે હોઠ ઉપર પડ જામી જતું હોય અને વુઝૂ તથા ગુસલમાં હોઠની ચામડી સુધી પાણી ન પહોંચતું હોય (અને સામાન્ય રીતે એમ જ બને છે.) તો આવી સૂરતમાં હોઠ પર લાલી લગાડવી જાઈઝ નથી અને હોઠ ઉપર લાલી લગાડેલ હાલતમાં કરેલું વુઝૂ અને જનાબતનું ગુસલ દુરુસ્ત અને અદા નહિ થાય અને વિના વુઝૂએ તથા નાપાકીની હાલતમાં નમાઝ પઢવાનો ગુનાહ લાગુ પડશે.

  (‘શામી ૧, ‘અહસનુલ ફતાવા ર)

Log in or Register to save this content for later.