[૭૭] જુમ્અહથી પહેલાં ફજરની કઝા

Chapter : નમાઝ

(Page : 124)

સવાલ :– જુમ્અહની નમાઝ પહેલાં ફજરની કઝા પઢવી ફરજિયાત છે કે નહિં ? ફજરની કઝા નમાઝ ન પઢી હોય તો જુમ્અહની નમાઝ થાય કે નહિં ? જુમ્અહની બે રકઆત વાજિબ છે કે સુન્નત ?

જવાબ :– જો સાહિબે તરતીબ હોય એટલે કે તેના શિરે છ (૬) ફર્ઝ નમાઝો અથવા તેથી વધુ નમાઝોની કઝા કરવી બાકી ન હોય તો જુમ્અહની નમાઝથી પહેલાં ફજરની કઝા પઢવી ફરજિયાત છે. જો જુમ્અહ પઢતી વખતે પોતાના ઝિમ્મે ફજરની કઝા પઢવી બાકી છે એમ યાદ હોવા છતાં જુમ્અહ પઢશે અને પોતે ઉપર મુજબ સાહિબે તરતીબ પણ હશે તો જુમ્અહની નમાઝ નહિં થાય અને જો તે વખતે ફજરની કઝા યાદ ન રહી હોય અથવા સાહિબે તરતીબ ન હોય તો જુમ્અહની નમાઝ સહીહ થઈ જશે. જમાઅત સાથે પઢાતી જુમ્અહની બે રકઆત ફર્ઝ છે.                                              (શામી : ૧/૪૮૭)

Log in or Register to save this content for later.