[૩ર] કુસૂફની નમાઝની કિરાઅત

Chapter : નવાફિલ

(Page : 74-75-76)

સવાલ :– અમારા ગામમાં સૂર્યગ્રહણના દિવસે ઈમામ સાહેબે સલાતે કુસૂફ પઢાવી જેમાં પહેલી રકઅતમાં એ પ્રમાણે કિરાઅત પઢી કે પહેલા પારાના બે રુકૂઅ પઢયા ત્યાર બાદ બીજા પારાના બે રુકૂઅ પઢયા, એ જ પ્રમાણે મુખ્તલિફ પારાના અલગ અલગ રુકૂઅ એક જ રકઅતમાં પઢયા, તો શું આ પ્રમાણે એક જ રકઅતમાં કુર્આનમાંથી મુખ્તલિફ પારાના મુખ્તલિફ રુકૂઅની કિરાઅત કરવી જાઈઝ છે? શું એમાં કોઈ કરાહત છે કે નહિ? અને આ પ્રમાણે નમાઝ પઢવી હોય તો એ નમાઝ સહીહ કે બાતિલ ગણાશે? અમુક લોકો આ પ્રમાણે નફલમાં કિરાઅત પઢવી જાઈઝ બતાવે છે.

જવાબ :– કુસૂફ (સૂર્ય ગ્રહણ)ની બે રકઅત મસનૂન નમાઝની કિરાઅત વિશે બેહતર તરીકો આ છે કે જો ઈમામ હાફિઝ હોય અને લાંબી સૂરતોની કિરાઅત પઢી શકતો હોય તો પહેલી રકઅતમાં સૂરએ ફાતિહા પછી સૂરએ બકરહ પઢે અને બીજી રકઅતમાં સૂરએ ફાતિહા સાથે સૂરએ આલ–ઈમરાન પઢે અને આ બે સૂરતો પૂખ્ત યાદ ન હોય તો એ બન્ને સૂરતો જેવી લાંબી બીજી કોઈ બે સૂરતોની કિરાઅત કરે.  (તહતાવી –૧/૩પ૮, જવ્‌હરહ–૧/૯૩)

ફુકહાએ કિરામે એ વાતની ચોખવટ કરી છે કે નમાઝની દરેક રકઅતમાં સૂરએ ફાતિહા સાથે બીજી કોઈ પૂરી સૂરત પઢવી અફઝલ છે.          (શામી – ૧ / ૩૬૩)

જો ઈમામ સાહેબને ઉપર મુજબની લાંબી સૂરતો પુખ્ત યાદ ન હોય તો તેઓએ કુસૂફ નમાઝની દરેક રકઅતમાં એક જ સૂરતના લગાતાર અનેક રુકૂઅની કિરાઅત કરવી અફઝલ છે. અને વિના જરૂરતે એક જ રકઅતમાં અનેક સૂરતોના અથવા અનેક પારાઓના અલગ અલગ રુકૂઅની કિરાઅત કરવી અફઝલ તરીકા  વિરૂધ્ધ છે.

હઝરત બિલાલ (રદિ.) તહજ્‌જુદની નમાઝમાં એક સૂરત શરૂ કરી તેને પૂરી પઢયા વગર બીજી સૂરત પઢવાનું શરૂ કરતા હતા, તો  હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ આ પ્રમાણે કિરાઅત કરવાથી તેઓને રોકયા અને ફરમાવ્યું કે તમો કોઈ સૂરત પઢવાનું શરૂ કરો તો તરતીબવાર તે જ સૂરત પૂરી કરો.           (શામી –૧/૩૬૭)

અલબત્ત, જો કુસૂફ પઢાવનાર ઈમામ હાફિઝ ન હોય અને તેઓને લાંબી સૂરતો અને એક સૂરતના અથવા એક પારાના લગાતાર રુકૂઓ પણ મોઢે યાદ ન હોય અને મજકૂર નમાઝમાં લાંબી કિરાઅત મસનૂન હોવાના કારણે તેઓ અનેક સૂરતો અથવા અનેક પારાઓના જે અલગ અલગ રુકૂઓ યાદ હોય તે દરેક રકઅતમાં પઢે તો આવી સૂરતમાં મજકૂર નમાઝ કોઈ પ્રકારની કરાહત વગર જાઈઝ અને દુરૂસ્ત થયેલી ગણાશે.        (શામી – ૧/૩૬૭)

 

 

Log in or Register to save this content for later.