Chapter :
(Page : )
સવાલ :– હાલમાં હું ઈશાની ૧૭ રકઆતોને બદલે ફકત ચાર ફર્ઝ, બે સુન્નતે મુઅક્કદહ અને ત્રણ વિત્ર એમ કુલ નવ રકઆતો પઢું છું તો મારી નમાઝ અદા થયેલ ગણાય કે કેમ ?
જવાબ :– નમાઝ તો વિના કરાહતે અદા થઈ જશે, પરંતુ ઈશા પહેલાં ચાર રકઆત અને ઈશાની બે રકઆત સુન્નતે મુઅક્કદહ પછી બે રકઆત અને વિત્ર પછી બે રકઆત નફલ અને મુસ્તહબ છે અને નફલ નમાઝથી તે નમાઝ પઢવાના સવાબ ઉપરાંત ફર્ઝ–વાજિબની અદાયગીમાં સંપૂર્ણ સુનન–મુસ્તહબ્બાતની રિઆયતમાં કોતાહીના લઈને જે ઉણપ (ખામી) રહી ગઈ હોય તેની પણ તલાફી અને તકમીલ થઈ જાય છે, માટે હંમેશા તેને છોડવાની આદત ન બનાવવી જોઈએ. (શામી: ૧/૭૦–૪પ૩)
(page number 69)
Log in or Register to save this content for later.