[ર] મિસ્વાકની જગ્યાએ બ્રશ વાપરવું

Chapter :

(Page : )

સવાલ :– મિસ્વાકની જગ્યાએ બ્રશનો ઉપયોગ કરવો દુરુસ્ત છે કે નહિ ? અહિંયા એ વિશે ચર્ચા થાય છે, માટે આપ જરૂરથી ખુલાસો કરશો.

જવાબ :– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી જે પ્રમાણે મિસ્વાક કરવાનું સુન્નત હોવું સાબિત છે એવી જ રીતે મિસ્વાક કરવાના મખસૂસ તરીકાનું અને મખસૂસ વસ્તુથી મિસ્વાક કરવાનું સુન્નત હોવું પણ સાબિત છે.

                સૌથી વધુ બેહતર પીલુડીનું મિસ્વાક છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પીલુડીના મિસ્વાકને પસંદ ફરમાવ્યું છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,

                ‘‘પીલુડીનું મિસ્વાક કરતા રહો.                (‘ઈબ્ને સઅદ)

                અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતે અને સહાબએ કિરામ (રદિ.)એ પીલુડીના મિસ્વાકનો ઉપયોગ કર્યો છે. ઈબ્ને મસ્ઊદ (રદિ.) ફરમાવે છે કે,

‘‘હું હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) માટે પીલુડીના મિસ્વાકનો સ્ટોક રાખી મૂકતો હતો.

‘તસહીલુલ મનાફિઅથી નકલ છે કે,

‘‘પીલુડીનું મિસ્વાક દાંતોની ચમક અને સફાઈ માટે શ્રેષ્ઠ છે.

                ઝયતૂનના મિસ્વાકની પણ હદીસ શરીફમાં ફઝીલત આવેલી છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન  છે કે,

‘‘ઝયતૂનનું મિસ્વાક કેટલા મુબારક ઝાડનું મિસ્વાક    છે. મોઢાને પાક બનાવે છે અને દાંતોની પીળાશને દૂર કરે છે અને તે મારું અને મારાથી આગળના અંબિયા (અલૈ.)નું મિસ્વાક છે.

                જો મજકૂર પ્રકારની મિસ્વાક ન હોય તો લીમડા જેવા કોઈ કડવા ઝાડની મિસ્વાક મુનાસિબ છે. આલમગીરીમાં છે : કારણ    કે તેનાથી મોઢાની વાસ સારી થાય છે, દાંત મજબૂત બને છે અને જઠર સશકત થાય છે.

                તિબ્બે નબવી નામી (અરબી) કિતાબમાં અખરોટના મૂળિયાના મિસ્વાકને ઘણું લાભદાયક બતાવવામાં આવ્યું છે.

                ઉપરોકત વિગતથી માલૂમ પડયું કે અસલ સુન્નત તો આ છે કે ખાસ ખાસ પ્રકારના ઝાડની લાકડીનું મિસ્વાક કરવામાં આવે. માટે જો મજકૂર પ્રકારનું મસનૂન મિસ્વાક હોવા છતાં બ્રશથી દાંત સાફ કરશે તો મસનૂન મિસ્વાક ઉપયોગ કરવાનો સવાબ નહિ મળે. અલબત્ત, અગર મિસ્વાક ન હોવાની હાલતમાં મિસ્વાક કરવાની નિય્યતથી એવા બ્રશથી દાંત સાફ કરવામાં આવે કે જેની બનાવટમાં સુવ્વરના બાલો જેવી કોઈ નાપાક વસ્તુ ન વપરાઈ હોય તો આ સૂરતમાં મિસ્વાક કરવાનો સવાબ મળશે, કારણકે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મિસ્વાક ન હોવાના સમયે આંગળીઓથી મિસ્વાકનું કામ લીધું છે અને મિસ્વાક ન હોવાની હાલતમાં આંગળીઓથી દાંત સાફ કરવાનો હુકમ પણ ફરમાવ્યો છે.

                આ બધી વિગત શામી ભાગ ૧, ફઝાઈલે મિસ્વાક, ફતાવા રહીમિય્યહ ભાગ ૧, ઉમ્દતુલ ફિકહ ભાગ ૧ અને દર્સે તિર્મિઝી શરીફ ભાગ ૧માં મવજૂદ છે.

Log in or Register to save this content for later.