Para:1
:5
Al-Fatihah | ٱلْفَاتِحَة
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
Ruku:1
Ayat :7
1    સર્વ વખાણ અલ્લાહને જ માટે છે જે દરેક (જુદા જુદા) જગતનો પરવરદિગાર છે. Tafsir
1    ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ   
2    જે ઘણો કૃપાળુ (અને) મહા દયાળુ છે.  Tafsir
2    الرَّحْمٰنِ الرَّحِيْمِ ۞    
3    જે બદલાના દિવસ (કિયામત)નો માલિક છે.  Tafsir
3    مٰلِكِ يَوْمِ الدِّيْنِ ۞    
4    (હે અલ્લાહ ) અમે તારી જ બંદગી કરીએ છીએ અને (દરેક કાર્યમાં) તારાથી જ મદદ ચાહીએ છીએ. Tafsir
4    اِيَّاكَ نَعْبُدُ وَاِيَّاكَ نَسْتَعِيْنُ ۞    
5    તું અમને સીધા માર્ગે ચલાવ.  Tafsir
5    اِھْدِنَا الصِّرَاطَ الْمُسْتَـقِيْمَ ۞    
6    તે લોકોના માર્ગ પર, જેઓ પર તું કૃપાવંત થયો.  Tafsir
6    صِرَاطَ الَّذِيۡنَ اَنۡعَمۡتَ عَلَيۡهِمۡ ۙ    
7    તેઓના માર્ગે નહિ, જેમના પર તું ગુસ્સે થયો અને ન તેમના માર્ગે જેઓ અવળા માર્ગે ગયા. (આમીન.) Tafsir
7    غَيۡرِ الۡمَغۡضُوۡبِ عَلَيۡهِمۡ وَلَا الضَّآلِّيۡنَ ۞