Chapter : કુરબાની
(Page : 450)
સવાલઃ– ઔરત સાહિબે નિસાબ છે અને શોહર સાહિબે નિસાબ નથી, ઔરત કુરબાનીનું ચામડું શોહરને આપી શકે કે નહિ? અને ચામડાંના પૈસા શોહરને આપે તો શોહરથી ઈસ્તેમાલ થઈ શકે કે નહિ? અને જે સાહેબ ઉપર કુરબાની વાજિબ નથી છતા શોકથી કુરબાની કરે છે તો પોતે પોતાની કુરબાનીના ચામડાના પૈસા વાપરી શકે કે નહિ? વિગતવાર જવાબ આપી વધુ એહસાન કરશો.
જવાબઃ– ઔરત પોતાની કુરબાનીનું હુબહુ ચામડું પોતાના ગરીબ કે માલદાર શોહરને આપી શકે છે, કારણ કે તે નફલ સદકો અથવા ભેટ બક્ષિશ ગણાશે, પરંતુ ચામડું વેચ્યા પછી ચામડાની રકમ શોહરને આપવી જાઈઝ નથી, ચાહે શોહર ગરીબ હોય, કારણ કે ચામડાની રકમ વાજિબ સદકહની રમમ છે, અને પોતાના શોહરને વાજિબ સદકહની રકમ આપવી જાઈઝ નથી.
ગરીબ માણસ પણ પોતાની કુરબાનીના ચામડાના પૈસા પોતે વાપરી શકતો નથી, તે ચામડાના પૈસા કોઈ બીજા ગરીબને સદકો કરી દેવા જરૂરી છે. (શામી–ર/પ/૬પ)
Log in or Register to save this content for later.